રાધનપુર: શહેરની નગરપાલિકામાં આજે એક અનોખો રાજકીય વિરોધ જોવા મળ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ ગેરવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા માત્ર 2 મિનિટમાં જ સભા વિખેરાઈ ગઈ હતી.

ચીફ ઓફિસરની ગેરહાજરીને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસે તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. સભ્યોનું કહેવું હતું કે જવાબદાર અધિકારી હાજર ન રહે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવશે?
વિરોધ દરમિયાન કોંગ્રેસ સભ્ય જયાબેન ઠાકોર એમના કાર્યકરો સાથે ઢાંકણીમાં પાણી લઈને પહોંચ્યા હતા અને પ્રતીકાત્મક રીતે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલિકા સભ્ય જયા ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “જો કામ નથી થતું તો જવાબદારોએ આ પાણીમાં ડૂબી મરવું જોઈએ
આ ઘટનાને પગલે નગરપાલિકાના કામકાજ અને તંત્રની જવાબદારી અંગે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક નાગરિકો પણ હવે વિકાસના પ્રશ્નો પર સ્પષ્ટ જવાબોની માંગ કરી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
