પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે આજરોજ પણ રાધનપુર ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો

આ ટ્રાફિક જામમાં ગાડીઓની લાંબી કતાર જોવા મળી હતી ત્યારે તંત્ર પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે પ્રાઇવેટ વાહનો અનેક જગ્યાએ નો પાર્કિંગમાં રાખી કનળગત કરવામાં આવે છે તથા લારી અને ફ્રુટવાળા પણ પણ રોડ ઉપર ઉભા રહી જાય છે જેના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે આ ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહનને પણ નીકળવું મુશ્કેલ બને છે રિક્ષાવાળા અને અન્ય પ્રાઇવેટ વહન વાળા ખોટા પાર્કિંગ ઉભા કરી લોકોને પરેશાનીમાં ધકેલે છે રાધનપુર ટ્રાફિક પોલીસ આ પ્રશ્ન માટે કડક કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે
The Gujarat Live News
અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
