આજથી દોઢ વર્ષ પહેલાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું. ત્યાર બાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા અહેમદી રો હાઉસમાંથી એક પુરુષનું હાડપિંજર મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ લાશના ટુકડા કરીને તેને રસોડામાં ચણી દીધા
DCP અજિત રાજીયને જણાવ્યું હતું કે, ફતેવાડી વિસ્તારમાં રહેતી રૂબી નામની મહિલાએ તેના પ્રેમી ઇમરાન અને અન્ય બે મિત્રો સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી લાશને રસોડામાં ખાડો ખોદી અંદર ચણી દીધી હતી. પોલીસે બાતમીના આધારે ઇમરાનની ધરપકડ કરીને ફતેવાડી ખાતેના ઘરે જઈને ખોદકામ કરાવતા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ઇમરાનની પૂછપરછમાં સામે આવ્યું કે, રૂબી સાથે તેના બે વર્ષથી સંબંધ હતા અને સમીર સાથે ઝઘડા થતા હોવાથી રૂબીના કહેવાથી ઇમરાને મિત્રો સાથે મળીને સમીરના હાથ-પગ પકડી ગળું કાપી હત્યા કરી હતી. હત્યા બાદ લાશના ટુકડા કરીને તેને રસોડામાં ચણી દેવાયા હતા. આ પણ વાંચો:ભાઈ-પ્રેગ્નન્ટ ભાભીની હત્યા, નિર્વસ્ત્ર કરી લાશ ઘરમાં દાટી, ‘દૃશ્યમ’ જેવો સગીરનો ખૂનીખેલ મૃતક દોઢ વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયો
સરખેજના ફતેવાડીમાં રહેતા સમીરભાઈ બિહારી દોઢ વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયા હતા. પત્ની રુબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ દોઢેક વર્ષ પછી પણ કોઈ ભાળ મળી નહોતી. બીજી બાજુ સમીર ગુમ થયો ત્યારથી રુબીની નજીકમાં રહેતા ઈમરાન સાથે બોલચાલ વધી ગઈ હતી. ઘરનું રસોડું ખોદીને સમીરનું હાડપિંજર બહાર કાઢ્યું
ઈમરાન રુબીના ઘરે આવતો-જતો હતો. આ વિશે સ્થાનિકે ક્રાઈમ બ્રાંચને માહિતી આપી હતી. એના આધારે ટીમે બંને પર વોચ રાખી હતી. એમાં રુબી અને ઈમરાન વચ્ચે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બંનેને શંકાના આધારે બોલાવીને ઊલટતપાસ શરૂ કરતાં બંનેએ આશરે દોઢેક વર્ષ પહેલાં છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. એના આધારે પોલીસ રુબીના ઘરનું રસોડું ખોદીને સમીરનું હાડપિંજર બહાર કાઢ્યું હતું. પતિ બહાર કે દુબઈ ગયો હોવાનાં બહાનાં બનાવતી
આશરે દોઢેક વર્ષ પહેલાં તેણે હત્યા કરી લાશ જમીનમાં દાટીને મીઠું સહિતની વસ્તુઓ નાખીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે પત્નીને મૃતક બાબતે કોઇ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઇ ગયા છે એવાં બહાનાં બતાવીને વાત ટાળી દેતી હતી, જેથી આટલા સમયથી કોઇને જાણ થઈ નહોતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી જતાં ઝઘડા થતા હતા
રુબીને ઈમરાન સાથે પ્રેમ થતાં સમીર અને રુબી વચ્ચે ઝઘડા થતા હતા. સમીર રુબી સાથે મારઝૂડ કરતો હતો. ત્યાર બાદ દોઢ વર્ષ પહેલાં સમીર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ જ બાબત ક્રાઈમ બ્રાંચ માટે હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્ત્વની કડી સાબિત થઈ હતી.