ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટે વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા વિના યુકેના ધોરણ પ્રમાણે અભ્યાસ કરવા ઇચ્છે છે. 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. યુનિવર્સિટીએ જણાવ્યું કે આ પહેલ ભારત-યુકે વચ્ચેના શૈક્ષણિક સહકારને મજબૂત બનાવશે અને ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના કોર્સ કરવામાં સહાયક બનશે. આ સાથે જ તાજેતરમાં જાહેર કરાયેલી “20 Women in STEM Awards” બાદ ક્વીન્સ યુનિવર્સિટીની આ નવી પહેલ “Access, Inclusion અને Excellence”ના દિશામાં અગત્યનું પગલું ગણાય છે. NEP અંતર્ગત મોટો નિર્ણય
ક્વીન્સ યુનિવર્સિટીના નવા GIFT સિટી કેમ્પસને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં દર્શાવેલા “ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ”ના લક્ષ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. સ્કોલરશિપ્સ બિઝનેસ, ટેક્નોલોજી અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા લાવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પણ વાંચો:ગિફ્ટ સિટીમાં ભણો અને કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયાની કંપનીમાં જોબ મેળવો ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી ચાલુ થયા બાદ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને સીધો ફાયદો શું થશે?
ડૉ. સતીષ કુમાર કહે છે કે, વિશ્વમાં અત્યારે કોઈપણ દેશ લેશો, તમે જો ત્યાં ભણવા જશો તો પાછળથી ત્યાં સેટ થઈ શકશો એની કોઈ આશા નથી. વર્ક વિઝા જે 2 વર્ષના હતા એ અત્યારે દોઢ વર્ષના થઈ ગયા છે, એમાંય હવે એક વર્ષ થવાના છે, તો લાખો રૂપિયા ખર્ચીને બધું પાણીમાં જાય, એના કરતાં સારું છે કે તમે ઈન્ડિયામાં જ એ ઇન્ટરનેશનલ એજ્યુકેશન મેળવો. ક્વીન્સ્સ યુનિવર્સિટી ગુજરાતમાં આવવાથી એમાં કોઈ ફરક પડશે?
ડૉ. સતીષ કહે, ‘તમે જો એજ્યુકેશન માટે જાઓ છો તો ચોક્કસ ફરક પડશે જ. જો તમે ક્વીન્સ્સ ગિફ્ટ સિટીથી ભણશો તોપણ તમારી પાસે ઇન્ટરનેશનલ ડિગ્રી જ આવશે, તમે યુકેથી ભણ્યા છો કે ગિફ્ટ સિટીથી, તમને ઇન્ટરનેશનલ ડિગ્રી જ મળશે. હવે જો ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં બેઠાં બેઠાં ઇન્ટરનેશનલ ડિગ્રી મળવાની હોય તો લાખો રૂપિયા ખર્ચીને કોઈ બહાર કેમ જશે? ક્વીન્સ્સમાં ભણશો એટલે તમે કેનેડા, સિંગાપોર કે ઓસ્ટ્રેલિયાની કોઈપણ કંપનીમાં જોડાઈ શકશો. તમે ઘેરબેઠાં ગ્લોબલ સિટિઝન બની જશો. તમે ભારતમાં રહી ગ્લોબલ સિટિઝન બની જશો. બાકી જેના ફેમિલીમાં પૈસા હશે એ લોકો તો સેટ થવા માટે જશે જ.’ ભારતમાં યુનિવર્સિટી કેમ્પસ શરૂ કરવા પાછળ તમારો આશય શું હશે?
ક્વીન્સ યુનિવર્સિટીના ડીન ડૉ. સતીષ કહે, ‘અત્યારે ઘણી યુનિવર્સિટી ઈન્ડિયા સાથે પાર્ટનરશિપ માટે ઈન્ડિયામાં યુનિવર્સિટીઝ ખોલે છે. તો એ સંદર્ભે જ અમે પણ આવ્યા છીએ. ભારત માટે અમે નવીનકોર એજ્યુકેશન પોલિસી પણ બનાવી છે. અત્યારે અમારું ફોકસ સાયન્સ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ પર જ ચાલીએ છીએ. ભારત આવતી વખતે અમારો ગોલ આ તો ફિક્સ જ છે કે ભારતથી આ પ્રકારનું યુવાધન અમારે જોઈએ છે. ક્વીન્સ્સ યુનિવર્સિટીની જે ગ્લોબલ રિચ છે એનાથી ત્યાં ઈન્ડિયાના સ્ટુડન્ટ્સને ઘણો ફાયદો થશે.’ સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ એજ્યુકેશન મળશે
પ્રો. સતીષ કુમાર કહે, ‘ગુજરાત ભારતનું હબ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને ગિફ્ટ સિટી ઈકોનોમિકલ હબ છે. એમાંય ગિફ્ટ સિટી તો ભારતમાં એકમાત્ર છે, એટલે અમારી ઈચ્છા છે કે ત્યાં અમારી ભાગીદારી થાય. ગિફ્ટ સિટીમાં જે ભણવા આવે એ સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ એજ્યુકેશન મળશે અને એ એજ્યુકેશનનો ફાયદો ભારતને થશે. શરૂઆતનાં બે વર્ષ ખાલી ભણાવવા માટે છે અને બાદમાં Ph.D. પણ શરૂ કરવાનો પ્લાન છે. દરેક સ્ટેટમાં કોઈ ને કોઈ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી જોવા મળે છે, જ્યારે ગિફ્ટ સિટીમાં એવી એક પણ ખામી નથી. અમે ઈચ્છીએ છીએ કે ક્વીન્સ્સ યુનિવર્સિટી ગ્લોબલ મોડલ બને અને બીજા બધા પણ અહીં આવે.’