સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે.

સરહદને અડીને આવેલા સાંતલપુર–ઘડુંલી રોડ અને ચારણકા–ફાંગલી રોડ પર આધુનિક સીસીટીવી કેમેરાની સ્થાપના પૂર્ણ કરવામાં આવી છે.

પાકિસ્તાન બોર્ડર નજીકના આ વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ હલનચલ પર ‘તીસરી આંખ’ દ્વારા સતત નજર રાખી શકાય તે પ્રયાસરૂપે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

સીસીટીવી સિસ્ટમ કાર્યરત કર્યા બાદ પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ કેમેરાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

પાટણ જિલ્લાના પોલીસ વડા શ્રી વી.કે. નાયિ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર બોર્ડર બેલ્ટનું મોનીટરીંગ કર્યું હતું. કેમેરાની રેન્જ, ક્વોલિટી તેમજ કવરેજ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આવનારા સમયમાં આ કેમેરા સરહદ સુરક્ષા માટે અત્યંત ઉપયોગી બનશે.

સરહદી ગામોના વિવિધ બિંદુઓ પર કેમેરા ગોઠવાતા હવે બોર્ડર એરિયામાં સુરક્ષા વધુ મજબૂત બની રહી છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે ટેક્નૉલૉજી આધારિત મોનીટરીંગ શરૂ થતા કોઈપણ અસામાન્ય ઘટનાઓ ઝડપથી પકડાય તેવા વિશ્વાસ ઉભા થયા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!