Chhota Udepur News: છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં બાઈક ચોરી કરી ભાગી રહેલા એક ચોરને લોકોએ રંગેહાથ ઝડપી પાડી, પોલીસને સોંપવાને બદલે જાહેરમાં સજા આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભીડ દ્વારા ચોરને અર્ધનગ્ન કરી, તેનું મુંડન કરાવીને હાર પહેરાવી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, કવાંટ ખાતે એક વ્યક્તિ શાકભાજી ખરીદવા માટે આવ્યો હતો, ત્યારે તેની નજર ચૂકવી ત્રણ ચોરોની ટોળકી બાઈક ચોરીને ભાગી રહી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!