
વડોદરા શહેરના અકોટા થી મુંજમહુડા જવાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા છે જેની જાણ કોર્પોરેશન થતા થડ પર પહોંચી જઈ પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ઓળખાયેલ વડોદરા હવે ભુવા નગરીના બદલે મોતની ભૂવાનગરી ઓળખવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. અગાઉ માંજલપુર વિસ્તારની ખુલ્લી ગટરમાં પડી જતા નિર્દોષ યુવકનું મોત થયું હતું. ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં અત્યાર સુધીમાં પડેલા અનેક ભુવાના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ અકોટા- મુજ મહુડા વિસ્તારમાં નજીકના અંતરે મસ મોટા અને ઉંડા બે ભૂવા પડ્યા છે.
