રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ બહાર પાડી હવે રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂ.2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. અનાજનો જથ્થો લાવવા કોઈ વહન ખર્ચ મળતો નહોતો
અત્યાર સુધી આંગણવાડી બહેનોને તેમના કેન્દ્રના નાના ભૂલકાઓ માટે રોજબરોજના નાસ્તા અને ભોજન માટે અનાજનો જથ્થો સરકારી ગોડાઉન પરથી લાવવા માટે કોઈપણ પ્રકારનો વહન ખર્ચ મળતો નહોતો. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સતત ફોલોઅપના પરિણામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ નિર્ણય
ત્રણ બેઠકો, તા. 4 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની રેલી તેમજ તા. 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા શ્રમિક આંદોલન બાદ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા સતત ફોલોઅપના પરિણામે આજે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈ
સરકારના આ હકારાત્મક અભિગમ બદલ ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ તેમજ ICDS વિભાગના કમિશનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈ છે. બાકી રહેલા અન્ય પ્રશ્નો પર પણ સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ
સરકારના આ નિર્ણયથી રાજ્યભરની આંગણવાડી બહેનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ મજમુદાર તથા પ્રદેશ મહામંત્રી ગીરીશ પટેલે આ નિર્ણયને આવકારી સરકારને અભિનંદન પાઠવ્યા છે, સાથે જ બાકી રહેલા અન્ય પ્રશ્નો પર પણ સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ કર્યો છે, તેમ ભારતીય મજદૂર સંઘના મીડિયા પ્રભારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.