Ahmedabad Rural Court Receives Bomb Threat: અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ન્યાય સંકુલને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

ઈ-મેઈલ મળતા જ સર્ચ ઓપરેશન શરૂ

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સત્તાવાર મેઈલ આઈડી પર બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક કોર્ટ સંકુલમાં પહોંચી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!