ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે 21મી તારીખે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પોલીસ કોન્સ્ટબેલના પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે.ગોસ્વામીના ત્રાસના કારણે પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ, PSI સામે કાર્યવાહી ન થતા કરણીસેના દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે પૂર્ણ થાય તે પહેલા જ PSI બી.કે. ગોસ્વામી સામે દિગ્વિજયસિંહને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક દિગ્વિજયસિંહના પિતા કે જેઓ નિવૃત પોલીસકર્મી છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. PSIના ત્રાસના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યાનો આક્ષેપ
આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે જેના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે PSI દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યું હતું. ગત 21 જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પરિવારના મતે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને ઘટનાના આઠ દિવસ બાદ અને પરિવારના સતત ન્યાયની માંગણી બાદ, તે જ પોલીસ મથકના PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે જેના PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ BNS ની કલમ108 હેઠળ ગુનો નોંધાયો છે. શું હતો સમગ્ર મામલો?
21 જાન્યુઆરી, 2026ની સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યો છે.(સંપૂર્ણ સમાચાર વાંચો) કરણીસેનાએ ત્રણ દિવસ પહેલા અલ્ટીમેટમ આપ્યું હતું
શ્રીરાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ ત્રણ દિવસ પહેલા મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે,પોલીસમાં ભરતી થનાર યુવાન માનસિક રીતે ખૂબ મજબૂત હોય છે, છતાં જો તેને આપઘાત કરવો પડ્યો હોય તો કલ્પના કરો કે તેને કેટલો ભયાનક માનસિક ત્રાસ આપવામાં આવ્યો હશે. ‘મારા ભાઈએ સુસાઇડ નથી કર્યું, મર્ડર થયું છે’ ‘મારા ભાઈએ સુસાઇડ નથી કર્યું, મર્ડર થયું છે. નહોતો સુખે ખાવા દેતો કે નહોતો સૂવા દેતો. રડતાં-રડતાં એક બહેન આ શબ્દો બોલી રહ્યા છે. તો પત્નીએ પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે માંદગીની રજા પર હતા છતાં સાહેબે પ્રેશર કરી ધમકી આપી કે હાજર નહીં થાવ તો સસ્પેન્ડ કરીશું. તો ભારે હ્રદયે માતાએ કહ્યું કે DYSP પાસે પણ મારો દીકરો ગયો હતો. મારા દીકરાની કોઈએ ફરિયાદ લીધી નહીં. આ શબ્દો ભાવનગરના મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલની પત્ની રીનાબા ગોહિલ, માતા મનહરબા અને બહેન સોનલબા જાડેજાના છે. PSI બી.કે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)