ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષા પૂર્ણ થયા બાદ ક્વોલિફાઇડ થયેલા 8679 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે પૈકીના 1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, જેના કોલલેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. PSI ભરતી પરીક્ષામાં 8679 ઉમેદવાર ક્લોલિફાઈડ થયા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ભરતી જાહેરનામા ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત હાથ ધરાયેલી આ ભરતીપ્રક્રિયામાં શારીરિક કસોટીમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતીપ્રક્રિયામાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) આપી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર-1ના Part-A અને Part-Bમાં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવેલા ઉમેદવારોમાંથી કુલ 49,591 ઉમેદવારોનાં પેપર-2 (વર્ણનાત્મક)ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલા કુલ 8679 ઉમેદવારોને ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવ્યા છે. ક્વોલિફાઈડ ઉમેદવારોની સંપૂર્ણ યાદી જોવા માટે આ લિંક પર ક્લિક કરો ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી
ભરતી નિયમો અનુસાર, ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ મેરિટ મુજબ ટોચના 1,023 ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી તા. 29 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. 5 ફેબ્રઆરીથી દસ્તાવેજ ચકાસણી હાથ ધરાશે
દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી તા. 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે યોજાશે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર OJAS વેબસાઇટ પરથી તા. 2 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યા બાદ ડાઉનલોડ કરી શકાશે. અનામત જાતિના ઉમેદવારોને પણ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓ મુજબ ફરજિયાત દસ્તાવેજ સાથે હાજર રહેવાનું રહેશે. ભરતીપ્રક્રિયાના આગામી તબક્કા અંગે ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.