Vadodara Corporation : વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નં. 14, વાડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વૃદ્ધે આ સમસ્યા 24 કલાક બાદ ખંડેરાવ માર્કેટ અથવા વોર્ડ ઓફિસે જઈને આત્મવિલોપનની ચિમકી આપતા તંત્ર દોડતું થયું હતું. 

ઉલ્લેખનીય છે કે રાવપુરા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર 14માં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ડ્રેનેજના ગંદા પાણી તમામ આસપાસ ફરી વળ્યા છે. બારે બદબૂના કારણે સ્થાનિકોને પોતાના ઘરમાં રહેવું પણ દુષ્કર બન્યું છે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!