રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે. હત્યારાએ ચાલાકીપૂર્વક ઘડ્યો હત્યાનો પ્લાન
CCTVમાં દેખાતા દૃશ્યો મુજબ નિલેશ અને મહેશ જેઠવા બંને અલગ-અલગ બાઈક પર એકસાથે જ આવતા નજરે પડે છે. ત્યારબાદ બંને બાઈકમાંથી એકસાથે ઊતરીને આગળની તરફ આવે છે પણ મહેશ એકાએક પાછો બાઈક પાસે જઈને ઊભો રહી જાય છે તો નિલેશ આગળની તરફ જઈને પાણીના કૂલર પાસે જઈને ગ્લાસમાં પાણી ભરીને પીવે છે. આ સમયે મહેશ હાથમાં પાછળ ચાકૂ લઈને નિલેશ તરફ આગળ આવે છે અને એક બાદ એક ચાકુના ઘા ઝિંકે છે. આ ઘટના દરમિયાન બે-ત્રણ લોકો વચ્ચે પડીને મહેશને સાઈડમાં લઈ જઈને નિલેશને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમના હાથમાંથી છૂટીને મહેશ પાછો નિલેશને છરીના ઘા ઝિંકે છે. નિલેશનું મોત થયા બાદ પણ મહેશ તેને છરી અને લાતોથી મારતો રહ્યો. આ હત્યા કરીને મહેશ તુરંત જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. છરીના 7 ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું
ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતુ કે, શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે 43 વર્ષીય નિલેશ ટોકીયાની મહેશ જેઠવા નામના વ્યક્તિએ છરીના 7 ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. નિલેશભાઈ મિસ્ત્રી કામ કરે છે અને તેને સંતાનમાં 2 બાળકો છે. જોકે હાલ હત્યાનું કારણ સામે આવ્યુ નથી. હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા
આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશની તપાસ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. મૃતકનું નામ નિલેશ હરિભાઇ ટોકીયા છે અને તે ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા અંકુરનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાના આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હત્યા કોણે કરી અને શા માટે કરવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ નથી. આરોપીઓને પકડવા તપાસ હાથ ધરાઈ
આ ઘટનાએ રાજકોટના સ્પીડવેલ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે અને સ્થાનિકોમાં સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ તેજ કરી છે. આરોપીઓને ઝડપથી પકડવાના પ્રયાસો ચાલુ છે અને આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.