હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ટી.એ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર દ્વારા બ્યુટી પાર્લર, ચોકલેટ મેકિંગના ૫ દિવસનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કોલેજના પ્રિ.ડૉ.સી.એમ. ઠક્કરના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શન હેઠળ યોજાયો.

આ કાર્યક્રમની શરૂઆત શ્લોકગાન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કોલેજના પ્રિ.ડૉ.સી.એમ.ઠક્કરે મહેમાનોને આવકારી, પ્રાસંગિક ઉદબોધન કરીને બહેનોને આત્મનિર્ભર બનવા અભિનંદન પાઠવ્યા.
આ ૫ દિવસના કાર્યક્રમમાં બહેનોને બ્યુટી પાર્લર કોર્સમાં બ્રાઇડલ મેકઅપ, ન્યુ એડવાન્સ હેર સ્ટાઈલ, ન્યુ પેટન્ટ સાડી સ્ટાઇલ,આઈબ્રો, એડવાન્સ હેર સ્પા, હેર ટ્રીટમેન્ટ હોમ મેડ, ફેસ ટ્રીટમેન્ટ હોમ મેડ તેમજ ચોકલેટ મેકિંગ કોર્સમાં ડેરી મિલ્ક, ફાઈવ સ્ટાર, મંચ,ચોકો પાઇ વગેરે બનાવતા શીખવાડ્યું અને બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ૫ દિવસના કાર્યક્રમની જવાબદારી ટ્યુટર કૌશિકભાઈ તન્ના અને સુષ્માબેને સંભાળી. આ કાર્યક્રમની સઘળી જવાબદારી અને સંચાલન વિમેન સેલના અધ્યક્ષ ડૉ.કુસુમબેન અખાણી તેમજ ડૉ.કુંજલબેન બારોટ, મયુરીબેન ઠક્કર, પ્રા.ફિરદોશ મકરાણી મદદ રૂપ બન્યા હતા. વિમલભાઇ ખમાર અને ચિરાગ.વી.રાવલે શુભેચ્છા પાઠવેલ. આ કાર્યક્રમમાં ૬૧ બહેનોએ ભાગ લીધેલ.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
