મહેસાણાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ દ્વારા લોકલ ફોર વોકલ ના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે આજે સવારે ઊંઝામાં જગત જનની મા ઉમિયા માતાજીની પાવડી પૂજા તેમજ ઉમેશ્વર મહાદેવને અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવી,

જેમાં હરિભાઈ સાથે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, રાકેશભાઈ જે. પી., પીન્ટુભાઇ નટરાજ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
