ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં. વિદેશ લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતા
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ગેંગની રીતસરની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી અથવા આસાન ઓનલાઈન કામ આપવાની લાલચ આપી વિદેશ મોકલતા. એજન્ટો પ્રતિ વ્યક્તિ 2,000 ડોલરનું કમિશન લેતાં
આ રેકેટ મારફતે અત્યાર સુધી 41 ભારતીય નાગરિકોને વિદેશ મોકલવામાં આવ્યા હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે. ધરપકડ કરાયેલા એજન્ટો નોકરી માટે વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો પાસેથી વ્યક્તિ દીઠ 80,000 રૂપિયા વસૂલતા હતાં. બદલામાં તેમને પ્રતિ વ્યક્તિ 2,000 ડોલરનું કમિશન મળતું હતું. લાંબા સમયથી ચાલતા આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું ગુજરાતમાં મજબૂત ઘૂંસપેઠ હોય તેવી સંભાવના સામે આવી રહી છે. સાયબર સેલ દ્વારા ફેલાયેલા આ નેટવર્કની લિંક ટ્રેસ
ગાંધીનગર સાયબર સેલ હવે પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં ફેલાયેલા આ ગેરકાયદેસર નેટવર્કની લિંક ટ્રેસ કરી રહ્યું છે. વધુ લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે પીડિત ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર લોકોને ચીની ગેંગને સોંપતા
આ ગેંગના એજન્ટો ગુજરાતના નાગરિકોને ડેટા એન્ટ્રી જેવી નોકરીની મોટી ઓફર આપીને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (જેમ કે, મ્યાનમાર, વિયેતનામ, દુબઈ અને મલેશિયા)ની ટિકિટ બુક કરાવી આપતાં હતાં. પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર મારફતે અત્યાર સુધીમાં 41 જેટલા ગુજરાતીઓને આ રીતે મોકલાયા છે. જો કે, ભોગ બનનાર વ્યક્તિ એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેમનો ભયંકર અનુભવ શરૂ થઈ જતાં.. ચીની ગેંગના માણસો પાસપોર્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરતાં
પાકિસ્તાની એજન્ટોની મદદથી ચીની ગેંગના માણસો તેમને મળે છે અને તરત જ તેમના પાસપોર્ટ અને મોબાઈલ ફોન સહિતના દસ્તાવેજો જપ્ત કરી લે છે. આ પછી તેમને બળજબરીપૂર્વક ‘મોઈ નદી’ દ્વારા સરહદ પાર કરાવીને મ્યાનમારના સરહદી વિસ્તારમાં આવેલા ‘કે.કે. પાર્ક’ નામના ગેરકાયદેસર ચાલતા ચાઇનીઝ કેન્દ્રમાં લઈ જઈને બંધક બનાવી દેવામાં આવતાં. લોકોને છેતરપિંડી જેવા અનેક સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરતાં
આ ‘કે.કે. પાર્ક’ એક ‘સાયબર હબ’ છે, જ્યાં આ ભારતીય નાગરિકોને બળજબરીથી ફિશીંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા અનેક સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરતાં હતાં. જો કોઈ વ્યક્તિ આ ગુનાઓ કરવામાં સહકાર ન આપતો, તો તેને લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો. આ પકડાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ અને ચીની સાયબર માફિયાઓ સાથે મળીને આ પ્રકારના જઘન્ય ગુનાઓ કરીને મોટો આર્થિક ફાયદો મેળવતા હતા.
ચીની કંપનીઓ ભારતમાં સાયબર ગુલામ બનાવે છે:દેશમાં HRથી એજન્ટો સુધીની ચેઇન, ગુલામી કરેલાને એજન્ટ બનાવ્યા; મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી પંજાબથી બે અને સુરતથી એક આરોપીને પકડી પાડયો હતો. આરોપીઓની પાકિસ્તાની એજન્ટ સહિત 12 જેટલા કેસમાં અત્યારસુધીમાં સંડોવણી બહાર આવી છે. આ સાથે જ એજન્ટોની સંડોવણીમાં પણ વધારો થઈ શકે છે, અત્યારસુધીમાં જે 52 યુવકને મ્યાનમાર મોકલીને સાયબર ગુલામ બનાવવામાં આવ્યા હતાં.(વાંચો સંપૂર્ણ અહેવાલ)