સાવલી તાલુકાના પોઇચા ગામે સાસરીમાં રહેતી સગીર વયની યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ દાવોલ ગામમાં રહેતા કિરણ સોમાભાઈ ગોહિલની 17 વર્ષની પુત્રી નિશાના લગ્ન સાવલી તાલુકાના પોઇચા ગામમાં રહેતા નિલેશ ભીખાભાઈ રાઠોડ સાથે નક્કી થયા હતા બંનેએ માતા અને પિતાની સંમતિથી લગ્ન પહેલા સગાઈ કરી હતી. 

આઠ મહિના પહેલા નિલેશને પગમાં ફેક્ચર થતા નિશા સાસરીમાં મદદ માટે આવી હતી. અને છેલ્લા આઠ મહિનાથી તે સાસરીમાં રહેતી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!