જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો. બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઇમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, ગત 11 એપ્રિલના રોજ પણ જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી. 2:10 વાગે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે
જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ સ્ટાફને કોર્ટ પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જેટલા પણ લોકો અને જે કોર્ટનો સ્ટાફ કોર્ટમાં હાજર છે તેને બહાર ખસેડવામાં આવ્યો છે. કોર્ટ પરિસરમાં ભયનો માહોલ અને તાત્કાલિક કાર્યવાહી
ધમકીભર્યા મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસરે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવામાં આવતા લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દઈને સુરક્ષા કોર્ડન ગોઠવી દીધું છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પાર્સલ મળી આવે તો તેને તુરંત નિષ્ક્રિય કરવા માટેની તૈયારીઓ પણ રાખવામાં આવી છે. ફાયર ફાઈટરોની ટીમ પણ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કોર્ટની બહાર તહેનાત કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમની ટીમ મેલના લોકેશનની તપાસમાં વ્યસ્ત
બીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મેલનું આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોઈ શકે છે અથવા તો ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. અગાઉ પણ દેશના વિવિધ શહેરોની કોર્ટ અને શાળાઓને આવા ફેક ઈ-મેલ મળ્યા હોવાની ઘટનાઓ બની છે, ત્યારે જૂનાગઢ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ 30 જાન્યુઆરી, 2026એ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઇટમાં સવાર 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ હાથ ધરાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 28 જાન્યુઆરી, 2026એ ઇન્કમટેક્સ ખાતે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સવારે કોર્ટ રજીસ્ટ્રારના ઇ મેલ ઉપર બોમ્બની ધમકી મળી હતી. જેમાં આત્મઘાતી બોમ્બથી હુમલો કરવાની વાત કરવામાં આવી હતી. જે સંદર્ભે કોર્ટે સલામતી એજન્સીઓનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયર ફાઈટર્સ, પોલીસ, બોમ ડિટેક્ટ એન્ડ ડિસ્પોઝબલ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ વગેરે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પહોંચ્યા હતા. સમગ્ર કોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે કોઈપણ વાંધાજનક વસ્તુ મળી નહોતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી 17 ડિસેમ્બર, 2025એ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નહોતી. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર