ગુજરાતમાં સરેરાશ 882 મીમી વરસાદ સામે ઓગસ્ટ અંતે 800.76 મીમી વરસાદ મળી ચૂક્યો છે. ઓગસ્ટના પ્રથમ 16 દિવસ રાજ્યમાં લગભગ મોન્સૂન બ્રેકની સ્થિતિ રહી હતી. આ દરમિયાન માત્ર 24.20 મીમી વરસાદ મળ્યો હતો. જો કે, પાછલા 15 દિવસમાં ચોમાસું સક્રિય થતાં 221.63 મીમી વરસાદ સાથે ઓગસ્ટ અંતે 245.83 મીમી વરસાદ મળ્યો હતો. જૂનમાં સરેરાશ 303.09 મીમી અને જુલાઇમાં સરેરાશ 251.54 મીમી વરસાદ મળ્યો હતો. રાજ્યમાં સિઝનનો 90.81% વરસાદ થઇ ચૂક્યો છે. 251 પૈકી 49 તાલુકામાં 40 ઇંચથી વધુનો વરસાદ થયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 2785 મીમી, જ્યારે પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 240 મીમી વરસાદ થયો છે. રાજ્યના 8 જિલ્લા સહિત 77 તાલુકામાં સિઝનના અંદાજ કરતાં વધુ વરસાદ થયો છે. વેધર એક્સપર્ટ પરેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આગામી 25 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીની સિઝનમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે 5311 વ્યક્તિઓનું સ્થળાંતર અને 1036 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું છે. તેમજ 2 નેશનલ હાઇવે, 4 સ્ટેટ હાઇવે, 130 પંચાયતના અને 4 અન્ય માર્ગો મળી કુલ 140 માર્ગો પર હજુ વાહન વ્યવહાર શરૂ થઇ શક્યો નથી. પૂર્વાનુમાન… સપ્ટેમ્બરમાં ગીર સોમનાથ અને અમેરલીના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં રાજ્યમાં સામાન્ય વધુ વરસાદની શક્યતા 45% સુધીની; હવામાન વિભાયે રજૂ કરેલા લાંબાગાળાના અનુમાન મુજબ, સપ્ટેમ્બરમાં રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા 45% સુધીની રહી શકે છે. રાજ્યભરના 207 પૈકી 80 ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યના 207 ડેમમાં કુલ 84.05% જળસંગ્રહ થઇ ચૂક્યું છે. ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ 89.66% ભરાયો છે. 80 ડેમ 100% જળસંગ્રહ થઇ ચૂક્યું છે. આ ઉપરાંત 67 ડેમમાં 70% થી 100%, 25 ડેમમાં 50% થી 70%, 18 ડેમમાં 25% થી 50%, જ્યારે 16 ડેમમાં હજુ 25% થી ઓછું જળસંગ્રહ થયું છે. ઝોન પ્રમાણે જળસંગ્રહની સ્થિતિ જોઇએ તો, કચ્છના 20 ડેમમાં 60.10%, ઉત્તરના 15 ડેમમાં 76.53%, મધ્યના 17 ડેમમાં 93.12%, દક્ષિણના 13 ડેમમાં 78.68% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 80.97% જળસંગ્રહ થયું છે. સપ્ટેમ્બરમાં વરસાદનું કેલેન્ડર
1થી 4 સપ્ટેમ્બર : દક્ષિણ, મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદમાં પ્રતિ દિન 20થી 40 મીમી વરસાદની શક્યતા છે.
5 થી 11 સપ્ટેમ્બર : દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં પ્રતિ દિન 5 થી 10 મીમી વરસાદની શક્યતા
12 થી 18 સપ્ટેમ્બર : વલસાડ અને ડાંગમાં વધુ વરસાદ રહેશે. આ બંને જિલ્લામાં પ્રતિ દિન 10 થી 20 મીમી વરસાદની શક્યતા છે.
18 થી 25 સપ્ટેમ્બર : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં પ્રતિ દિન 1 થી 5 મીમી વરસાદની શક્યતા છે. 96.29% વાવેતર, ગત વર્ષ કરતા 5597 હેક્ટરમાં વધારે રાજ્યની 85,57,510 હેક્ટરમાં સિઝનનું 96.29% વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં 5597 હેક્ટર વધુ વાવેતર થયું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!