માતૃભાષા એટલે પોતીકી ભાષાનું ગૌરવ.

માતૃભાષા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કડીનાં નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં ભાષા પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આપણે ગુજરાતી અને ગુજરાતી આપણી માતૃભાષા, જે આપણી ગુજરાતની અસ્મિતા છે. લેખક, સાહિત્યકાર, કવિ, કલાકારો અને ભાષાના તજજ્ઞોએ ગુજરાતી ભાષાને એક નવું સીમા ચિહ્નન રૂપ યોગદાન આપી ગુજરાતી ભાષાના સાતત્યને ટકાવી રાખવા કટિબદ્ધ છે અને રહ્યા છે, ત્યારે શાળાનાં બાળકો અને સારસ્વત મિત્રોએ પણ ગીત, કાવ્ય, નિબંધ લેખન, વાર્તા, સમૂહ વાંચન, વિચાર ગોષ્ઠી વગેરે કાર્યક્રમ યોજી માતૃભાષાનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. નર્મદ’ની અસ્મિતા’ થી લઈ ઝવેરચંદ મેઘાણીજી’ના કસુંબીના રંગથી ગુજરાતી ભાષાને નવરંગી અમી છાંટ આપી વિશ્વભરમાં ગુજરાતી ભાષાને અલગ ઓળખ આપી છે, ત્યારે સૌ કવિઓ, સાહિત્યકારો, લેખકો,ભાષા પ્રેમીઓ તથા ગુજરાતીનાં શિક્ષકોને વંદન સહ અભિનંદન પાઠવ્યાં હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
