પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ ઐધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા સારુ સુચના કરેલ હોઈ જે સુચના આધારે અમો પોલીસ સ્ટાફુના માણસો વારાહી પો.સ્ટે. ગુરનં-૧૧ર૧૭૦૩૬૨૫૦૬૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ર૦૨૩ની કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામે ઘરફોડ ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમના મુદ્દામાલ બાબતે સી.સી.ટી.વી ફુટેજ આધારે તપાસમા હતા તે દરમ્યાન સાથેના અ.હેડ કોન્સ વસ્તાભાઈ પાતાભાઈ તથા અ.પો.કો લક્ષ્મણભાઇ પેથાભાઈ નાઓની સંયુકત બાતમી હકીકત મળેલ કે, એક ઈસમ જેને બદને ગ્રે કલરની ટીશર્ટ તથા કમરથી નીચે ક્રીમ કલરનો પ્લેન પેન્ટ પહેરેલ છે જે ઇસમ સાંતલપુર બાજુથી ખાનગી વાહનમા બેસી ચોરીમા ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના વેચાણ સારૂ વારાહી આવનાર છે તેવી સચોટ બાતમાં હકીકત આધારે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે સાંતલપુર થી વારાહી આવતા સર્વિસ રોડ ઉપર હાઇસ્કુલની પાછળ આવેલ ત્રણ રસ્તા પાસે વોચ તપાસમાં હતા તે દરમ્યાન ઉપરોકત વર્ણનવાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરી અંગઝડતી કરતા સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧, સોનાની બુટી નંગ-૦૨, અંબે માતાજીની ચાંદીની મૂર્તિ નંગ-૦૧, ચાંદીની ઝાંઝર નંગ-૦૨, ચાંદર્દીની લકી નંગ-૦૨, ચાંદીની રૂદ્રાસની માળા નંગ-૦૧, ચાંદીનો સિકકો નંગ-૦૧ તથા રોકડ રકમ રૂા.૩૨,૪૦૦/-ના મુદામાલ સાથે પકડેલ છે આમ, વારાહી ટાઉનમા થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી સોના ચાંદીના તમામ દાગીના તેમજ રોકૅડ રકમના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) દેવાયતભાઈ ડાયાભાઈ આહીર રહે.રણમલપુરા પાણીના ટાંકા પાસે તા.સાંતલપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧
(૨) સોનાની બુટી નંગ-૦ર
(૩) ચાંદીની અંબે માતાજીની મૃર્તિ નંગ-૦૧
(૪) ચાંદીની ઝાંઝર નંગ-૦૨
(૫) ચાંદીની લકી નંગ-૦૨
(૬) ચાંદીની રૂદ્રાસની માળા નંગ-૦૧
(૭) ચાંદીનો સિકકો નંગ-૦૧
(૮) રોકડ રકમ રૂા.૩૨,૪૦૦/-
