વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે આજરોજ ભાભર મામલતદાર કચેરી સુધી રેલી યોજી ભાભર મામલતદાર તેમજ સીડીપીઓ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

માહિતી મુજબ, બહેનોએ પગાર વધારો અને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર સંઘની તાલુકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમને માનદ વેતન આપવામાં આવે છે, પરંતુ અમારી પાસેથી લેવાતું કામ સરકારી કર્મચારી જેટલું જ હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગમાં અને તેડાગર બહેનોને ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેને લઈ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હાજર રહી પોતાની એકતા દર્શાવી હતી અને માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી..
The Gujarat Live News
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર
