પે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગાંધીધામમાં નારદ જયંતિ ની ઉજવણી કરાઈ

પે. પૂર્વ કરછ ના પત્રકારો ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય , સમરસતા અને સ્વદેશી બાબતે ગોષ્ટિ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કરછ પ્રચાર વિભાગ દ્વારા ગાંધીધામમાં મહર્ષિ નારદ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે ત્રણેય લોકમાં ભ્રમણ કરી વિશ્વના પહેલા પત્રકાર નારદજીની જયંતિ ઉજવવામાં આવી હતી જેના ભાગરૂપે પૂર્વ કરછ ના પત્રકાર મિત્રોએ સાથે મળીને રાષ્ટ્રહિત સાથે નાગરિક કર્તવ્ય જેવા વિષય પર વિમર્શ કર્યો હતો
ગાંધીધામમાં અગ્રવાલ ભવન ખાતે યોજવામાં આવેલ નારદ જયંતિ ના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ ખેતાણી અને પૂર્વ કચ્છ જિલ્લા સંઘચાલક માવજીભાઈ સોરઠીયા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ
વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચ પરિવર્તનની વાત ઉપસ્થિત પત્રકાર મિત્રો સમક્ષ મૂકી હતી જેમાં પર્યાવરણ સરક્ષણ, કુટુંબ પ્રબોધન , નાગરિક કર્તવ્ય , સમરસતા અને સ્વદેશી ભાવ ના પંચ પરિવર્તનની વાત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન અને સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય થશે અને આ કાર્યમાં ચોથી જાગીર સમા પત્રકાર મિત્રો દ્વારા લોક સમક્ષ સમાજ ઉપયોગી અને સારી વાતો પોઝિટિવ થીંકીંગ સાથે ની સ્ટોરી લોકો સમક્ષ મૂકવામાં આવે
તે સાથે તેમણે જણાવ્યું કે નારદજી દશે દિશાઓ માંથી દેવ અને દાનવો માટે ઉપયોગી માહિતીઓની આપ લે કરતા હતા એટલે તેઓ સૌથી પહેલા પત્રકાર કહી શકાય અને ઋષિ તુલ્ય નારદજી આપણા આદર્શ છે
રવજીભાઈ ખેતાણી ના ઉદબોધન બાદ પૂર્વ કચ્છના પત્રકાર મિત્રો વચ્ચે પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સમરસતા અને સ્વદેશી ,વિચારની આપને થઈ હતી તેના પર વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
