સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન; 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, DJના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર આજે (2 એપ્રિલે) ‘શ્રી કષ્ટભંજનદેવ’’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતીના પાવન અવસરે આયોજિત ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’માં શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાનો અનોખો ત્રિવેણી…
