બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકોને ભારે નુકશાન થયું છે.

ખાસ કરીને વડગામ, થરાદ, દિયોદર, વાવ, પાલનપુર અને ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટું નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતોના મગફળી, કપાસ, જુવાર, બાજરી તેમજ કઠોળ જેવા મુખ્ય ખરીફ પાકો પાણીમાં સડી નષ્ટ થઈ ગયા છે.

જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

આ સંદર્ભે વડગામના ધારાસભ્યશ્રીએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

તેમણે જણાવ્યું કે સરકારશ્રીના નિયમ મુજબ સેટેલાઈટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી ૧૨ દિવસમાં અહેવાલ મોકલવાનો અને રૂબરૂ સર્વે ૨૦ દિવસમાં પૂર્ણ કરવાનો છે, પરંતુ હકીકતમાં ખેડૂત ખેતરમાં સડેલો પાક એટલા દિવસો સુધી રાખી શકશે નહીં.

તેમણે સરકારે આ નીતિમાં સુધારો કરી ૩ દિવસની અંદર સર્વે કરી ખેડૂતોને પાક નુકશાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે, તેવી માગણી કરી છે.

ખેડૂત હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા ખેડૂતોમાં વ્યક્ત થઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!